તારાપુર: તારાપુરના જુદા જુદા ગ્રામ્ય વિસ્તારોમાં ડોર ટુ ડોર ઘન કચરા વ્યવસ્થાપનની કામગીરીનું નિરીક્ષણ કરાયુ.
Tarapur, Anand | May 6, 2026 તારાપુર તાલુકાના ઇન્દ્રણજ, ઇસનપુર, દુગારી, વરસડા, મોરજ સહીતના ગ્રામ્ય વિસ્તારોમાં તાલુકા પંચાયતના અધિકારીઓ, તલાટીઓ, સરપંચોએ સંકલન સાંધી ગ્રામજનો સાથે બેઠક યોજી હતી. જેમાં જુદા જુદા ગ્રામ્ય વિસ્તારોમાં ડોર ટુ ડોર ઘન કચરા વ્યવસ્થાપન ની કામગીરી શરૂ કરવામાં આવી હતી.સ્વચ્છ ભારત મિશન ના કર્મચારીઓએ સરપંચ અને ઈ- રીક્ષા ડ્રાઈવર સાથે 3- 4 ફળિયામાં વિઝિટ કરી હતી.અને ગ્રામજનોને સૂકો અને ભીનો કચરો શું છે તે વિશે સમજ આપી હતી.