ગોધરા: ગોધરા શહેરમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ; વાતાવરણમાં ઠંડક પ્રસરી, લોકોને ગરમીથી રાહત
ગોધરા શહેરમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસતા શહેરભરમાં ઠંડક પ્રસરી ગઈ હતી. છેલ્લા કેટલાક દિવસોથી અનુભવાઈ રહેલી ઉકળાટ અને ગરમી વચ્ચે વરસાદે લોકોને રાહતનો અનુભવ કરાવ્યો હતો.મોડી રાત્રે શરૂ થયેલા વરસાદે શહેરના વિવિધ વિસ્તારોને તરબતર કરી દીધા હતા. વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાવાના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. જોકે વરસાદને કારણે વાતાવરણમાં નોંધપાત્ર ઠંડક પ્રસરી હતી અને સવારના સમયે હવામાન ખુશનુમા બન્યું હતું.