રાપર: રાપર આપ પક્ષે બોટાદની ઘટનાને લઈને દેના બેન્ક ચોકે કાર્યકરોએ રામધુન બોલાવી બેનરો સાથે વિરોધ પ્રદર્શન કરી કાળો દિવસ ઉજવ્યો
Rapar, Kutch | Oct 13, 2025 બોટાદના હડદડ ખાતે ખેડૂતો દ્વારા માર્કેટિંગ યાર્ડમાં જણસીના યોગ્ય ભાવ ન મળવા સહિતના વિવિધ મુદ્દાઓ પર રજૂઆત કરવા માટે આંદોલન અને સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ ઘટનાના વિરોધમાં ગુજરાત આમ આદમી પાર્ટી (AAP) દ્વારા આજનો દિવસ 'કાળા દિવસ' તરીકે ઉજવવામાં આવ્યો હતો જે વચ્ચે રાપર આમ આદમી પાર્ટી દ્વારા ઘટનાની સખત નિંદા કરી દેના બેંક ચોક મધ્યે રામધુન બોલાવી વિરોધ નોંધાવી કાળો દિવસ ઉજવ્યો હતો..