લીંબડી: લીંબડી ના ભલગામડા ગામે મા શક્તિ માં ના મંદિરે દિવાળી પર્વે ધારાસભ્ય ની ઉપસ્થિતિમાં ધામધૂમ થી સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો
લીંબડી તાલુકાના ભલગામડા ગામે મા આધ્યાશક્તિ મા ના સાનિધ્યમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પરંપરાગત રીતે સ્નેહમિલન કાર્યક્રમ નુ આયોજન કરાયું હતું. ધારાસભ્ય કિરિટસિંહ રાણા, પુર્વ તાલુકા પંચાયત પ્રમુખ, જામનગર જિલ્લા ભાજપ મહામંત્રી સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય કિરિટસિંહ રાણા એ તેજસ્વી વિદ્યાર્થીઓને બિરદાવ્યા હતા. ભલગામડા ગામના રાજ્ય ભરમાં વિવિધ સ્થળોએ ફરજ બજાવતા ગામના યુવાનો આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.