રાજકોટ: જાગનાથપ્લોટમાં ચાલી રહેલ પાઇપલાઇનની કામગીરીને લઈને પાણી ભરાયેલખાડામાં યુવક પડીજવાની ઘટના સામેઆવી, સદનસીબે ગંભીર ઇજાઓઅટકી
Rajkot, Rajkot | Sep 17, 2025 શહેરના જાગનાથ પ્લોટ વિસ્તારમાં ચાલી રહેલી પાઇપલાઇનની કામગીરીને કારણે પાઇપલાઇનમાંથી વધુ પ્રમાણમાં પાણી વહી જતા ખાડામાં પાણી ભરાયા હતા. જેમાં આજે બપોરે 1:00 વાગ્યાની આસપાસ એક યુવક પડી જતાં ભારે રોષે ભરાયો હતો અને મનપાની બેદરકારીને લઈને ભારે રોષ વ્યક્ત કર્યો હતો સદનસીબે યુવકને ગંભીર ઇજાઓ થવા પામી ન હતી.