ભાવનગર શહેર: પીરછલ્લા વિર્ડના કોંગ્રેસના ઉમેદવાર વિરુદ્ધ ભાજપના વાંધા ફગાવી ફોર્મ મંજૂર
Bhavnagar City, Bhavnagar | Apr 13, 2026
ભાવનગર મહાનગરપાલિકા ના વોર્ડ નંબર 6 ની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર સલીમભાઈ રંધપુરીના ફોર્મ સામે ભારતીય જનતા પાર્ટીએ ઓબીસી દાખલા અંગે વાંધો ઉઠાવ્યો હતો. ભાજપના શહેર પ્રમુખ અને મહામંત્રી સહિતની આખી લીગલ ટીમની હાજરીમાં ચૂંટણી નિરીક્ષક દ્વારા આ મામલે સુનાવણી કરવામાં આવી હતી. અંતે, ઉમેદવાર દ્વારા રજૂ કરવામાં આવેલો ઓબીસીનો દાખલો સાચો હોવાનું પુરવાર થતાં અને ભાજપના વાંધાઓ પાયાવિહોણા સાબિત થતાં ઉમેદવારનું ફોર્મ મંજૂર કરવામાં આવ્યું છે.