27 જાન્યુઆરી બારડોલી ખાતે અકસ્માત ની ઘટના બની હતી.જેમાં 18 વર્ષીય યાસ્મીન શેખ નામની યુવતી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી.માથાના ભાગે ઇજા થતાં બારડોલીની સરદાર હોસ્પીટલ બાદ વધુ સારવાર અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.જ્યાં ત્રણ દિવસની સારવાર બાદ શુક્રવારે યુવતીનું નવી સિવિલ હોસ્પિટલના બીછાને મોત નીપજ્યું હતું.યુવતીના મોતના પગલે પરિવારમાં શોકની લાગણી ફરી વળી હતી.જ્યાં સ્થાનિક પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરી છે.