વાઘોડિયા: કલેક્ટરશ્રી બીજલ શાહે વાઘોડીયાની પિપલીયા પ્રા. શાળા ખાતે ઉપસ્થિત રહીને ભૂલકાઓનું નામાંકન કરાવ્યું
શાળા પ્રવેશોત્સવના ત્રિ-દિવસીય કાર્યક્રમના પ્રથમ દિવસે કલેક્ટરશ્રી બીજલ શાહે વાઘોડીયા તાલુકાની પીપળીયા પ્રા. શાળા ખાતે ઉપસ્થિત રહીને નાના ભૂલકાઓને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી. ત્યારબાદ તેઓએ પાવલેપુરા પ્રાથમિક શાળા ખાતે જઈને ભૂલકાઓનું નામાંકન કરાવ્યું હતું. આ બંને શાળાઓમાં કલેક્ટરશ્રીએ ભૂલકાઓને ઉપયોગી સામગ્રી યુક્ત શૈક્ષણિક કિટ આપીને ભૂલકાઓને વાત્સલ્ય ભેર આવકાર્યા હતા.