ગોધરા: ગોધરામાં પ્રી-મોન્સૂન કામગીરીના દાવાઓ સામે સવાલ: 'કાગળ પરની સફાઈ' બંધ કરી ગ્રાઉન્ડ લેવલ પર કામ કરવા તંત્રને જાગૃત કરાયુ
ગોધરા શહેરમાં પ્રી-મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જ સીમિત રહેતી હોવાના આક્ષેપ સાથે સામાજિક કાર્યકર્તા સંજય ટહેલ્યાનીએ તંત્રને રજૂઆત કરી છે. તેમણે જણાવ્યું કે ગટર અને નાળાની સફાઈ યોગ્ય રીતે ન થતાં ચોમાસામાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ઊભી થાય છે. ગંદકીથી ભરાયેલી ડ્રેનેજ લાઈનોને કારણે રોગચાળો ફેલાવાનો ખતરો પણ વધે છે. તંત્રને માત્ર દાવાઓ કરતા ગ્રાઉન્ડ લેવલ પર અસરકારક કામગીરી, કડક દેખરેખ અને ઝડપી સફાઈ ઝુંબેશ હાથ ધરવાની માંગ કરવામાં આવી છ