અમદાવાદ શહેર: ICICI હોમ ફાઇનાન્સ કંપની સાથે છેતરપિંડી, નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
ICICI હોમ ફાઇનાન્સ કંપની સાથે છેતરપિંડી: શીલજમાં ફ્લેટ- દુકાન પર 3 કરોડની મોર્ગેજ લોન લઈ હપ્તા નહીં ભરી બીજાને દસ્તાવેજ કરી આપી દીધા શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલી ICICI હોમ ફાઇનાન્સ કંપની સાથે કેશવ નારાયણ બિલ્ડકોન એલએલપીના ભાગીદારોએ છેતરપિંડી કરી હોવા અંગેની ફરિયાદ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. શીલજ વિસ્તારમાં આવેલા અક્ષર એલિસિયમમાં ફ્લેટ અને દુકાનોના ICICI હોમ ફાઇનાન્સ કંપનીમાં મોર્ગેજ લોન કરી કંપનીની જાણ બહાર મિલકતને અન્ય વ્યક્તિઓને