ખંભાત: ખંભાત નગરપાલિકા સભાખંડમાં પ્રમુખના અધ્યક્ષ સ્થાને બોર્ડ બેઠક મળી.
ખંભાત નગરપાલિકા સભાખંડમાં પ્રમુખ દિગ્વિજયસિંહ પરમારના અધ્યક્ષ સ્થાને બોર્ડ બેઠક મળી હતી.બોર્ડ બેઠક દરમિયાન સત્તાપક્ષના 14 સભ્યો હાજર રહ્યા હતા.જ્યારે વિરોધ પક્ષના 10 સભ્યો હાજર રહ્યા હતા.બોર્ડ બેઠક દરમિયાન વિરોધ પક્ષ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં ઉભરાતી ગટરો અને સફાઈ કરવા બાબતે રજુઆત કરી હતી.જેના પ્રત્યુત્તરમાં પ્રમુખે પ્રજાના પ્રશ્નો,સમસ્યાના નિવારણ માટે બાહેંધરી આપી હતી.સર્વાનુમતે ઠરાવ મંજુર કરવામાં આવ્યો હતો.