બોટાદ શહેર: બોટાદ-સાળંગપુર-બરવાળા રોડ ફોરલેન બનશે: ૧૨૪.૪૦ કરોડના ખર્ચે થશે કામ
Botad City, Botad | Oct 20, 2026
બોટાદ-સાળંગપુર-બરવાળા વચ્ચેનો ૨૫ કિમી રોડ હવે ફોરલેન બનશે. ૧૨૪.૪૦ કરોડના ખર્ચે થનારા આ કામનું ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાના હસ્તે સેથળી ગામે ખાતમુહૂર્ત કરાયું. આ રસ્તાના નિર્માણથી સ્થાનિકો અને સાળંગપુર જતા શ્રદ્ધાળુઓને મોટી રાહત મળશે.