સાવલી: મુવાલ રોડ પર કાર અને રિક્ષાની ટક્કર
એક બાળકનું મોત, આઠ ઘાયલ
Savli, Vadodara | May 26, 2025 સાવલી: મુવાલ રોડ પર ગઇકાલની સમી સાંજે ભયાનક અકસ્માત સર્જાયો હતો જેમાં અલ્ટો કાર અને ઔટોરિક્ષા વચ્ચે ટક્કર થતાં 8 લોકો ઘાયલ થયા હતા અને એક નાનકડા બાળકનું ઘટના સ્થળે જ દુઃખદ અવસાન થયું છે. અક્સમાત બાદ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી અને તમામ ઈજાગ્રસ્તોને સાવલીના સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. ઘાયલોને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે વડોદરાની હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે.