કડી: કડી કલ્યાણપુરા રોડ પર આવેલ દેવ બંગ્લોસ સોસાયટીમાં ઘર માલિકે ઘર ખાલી કરાવતા ભાડૂઆતે ટ્રેક્ટરનું ગેરેજ સળગાવ્યું
Kadi, Mahesana | Sep 24, 2025 કડી શહેરના કલ્યાણપુરા રોડ પર આવેલ દેવ બંગ્લોસ સોસાયટીમાં મકાન ધરાવતા બળદેવભાઈ પટેલે તેમનું ઘર તેજેન્દ્ર ઉર્ફે લાલો જયંતિભાઈ પટેલ ને ભાડે આપ્યું હતું.જોકે તેજેન્દ્ર ઉર્ફે લાલો દારૂ પીવાની ટેવવાળા હોઈ અન્ય સોસાયટીમાં રહેતા લોકોએ ઘર માલિક બળદેવભાઈ ને ઘર ખાલી કરાવા કહેલ.જેથી બળદેવભાઈએ તેજેન્દ્રને ઘર ખાલી કરાવી દીધેલ.ઘર ખાલી કરાવતા તેજેન્દ્રએ દાઝ રાખી સોસાયટીમાં હંગામો મચાવ્યો હતો.ઘર પર પથ્થર મારી નુકશાન કરેલ.ગઈ 14 તારીખે ગેરેજ સળગાવ્યું હતું.