મહુવા: ડુંડાસ ચોકડી પાસે પોલીસે પકડી કાર, ૨.૮૩ લાખનો મુદ્દામાલ કબ્જે
ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં ટાઉન પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ મોટી કાર્યવાહી હાથ ધરી છે. મહુવા ટાઉન પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે ડુંડાસ રોડ તરફથી આવતી એક ફોરવ્હિલ ગાડીમાં ચોરખાના બનાવી વિદેશી દારૂનો જથ્થો લાવવામાં આવી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે ડુંડાસ ચોકડી પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન એક સિલ્વર કલરની MARUTI JEN LXI ESTILO કારને રોકી તપાસ કરતા કારમાં અલગ અલગ જગ્યાએ ચોરખાના બનાવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું. પોલ