બારડોલી: બારડોલી નગરપાલિકા ખાતે લોક કલ્યાણ મેળો પી.એમ. નિધિ 2.0 યોજાયો, લારી ગલ્લા વાળાઓને લોન આપી આત્મનિર્ભર બનાવ્યા
Bardoli, Surat | Sep 18, 2025 બારડોલી નગરપાલિકા દ્વારા 'લોક કલ્યાણ મેળો (પીએમ સ્વનિધિ ૨.૦)''ના અંતર્ગત જેમાં સરકારશ્રીની પીએમ સ્ટ્રીટ વેન્ડર આત્માનિર્ભર નિધિ યોજનો લાભ મળે તે હેતુથી ખાસ કેમ્પનું આયોજન પાલિકા ખાતે પ્રમુખ ધર્મેશકુમાર પટેલની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું. આ યોજનાથી નગરના ફેરીયા ભાઈ-બહેનોને પ્રાથમિક તબક્કામાં રૂપિયા 10 હજાર, બીજા તબક્કામાં રૂપિયા 20, હજાર, અને ત્રીજા તબક્કામાં રૂપિયા50 હજાર સુધીની સહાય મળતી રહી છે.