સાવલી: ભાદરવા નજીક લીઝના ડમ્ફરથી અકસ્માત, બાઈક ચાલક આબાદ બચી ગયો
Savli, Vadodara | May 26, 2025 સાવલી: પંથમપુરા ગામની લીઝમાં ચાલતા રેતીના ડમ્ફર દ્વારા ગઈકાલે સાંજના સમયે ભાદરવા નજીક એક અકસ્માત સર્જાયો હતો. પુરઝડપે આવતાં ડમ્ફરે એક બાઈક સવારને અડફેટે લીધો હતો. પ્રાપ્ત માહિતી મુજબ, બાઈક ચાલક સમયસૂચકતા દાખવી અને બચાવ માટે તરત બાઈક પરથી ઊતરી ગયો, જેના કારણે તેને માત્ર સામાન્ય ઈજાઓ પહોંચી હતી. જોકે બાઈક ડમ્ફર નીચે આવી જતા તેનું ભારે નુકસાન થયું છે.