શાસ્ત્રીનગર વિસ્તારમાંથી અકસ્માતના મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં એક કાળા કાચવાળી કારના ચાલકે બેફામ ગતિએ હંકારી રોડ પર પાર્ક કરેલી ૪ ગાડીઓને જોરદાર ટક્કર મારી છે. દારૂના નશામાં અકસ્માત સર્જ્યો હોવાની આશંકા વચ્ચે ચાલક કાર મૂકીને ફરાર થઈ ગયો છે. ટ્રાફિક પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.