ભુજ: સુખપર ગામેથી જુગારનો કેશ ઝડપાયો, 5 આરોપી ઝડપાયા
Bhuj, Kutch | Oct 3, 2026 માનકુવા પોલીસે સુખપર ગામેથી જુગારનો કેશ ઝડપી પાડ્યો હતો. પોલીસે શોયબ સલીમ ધ્રુયા, ઇર્શાદ હુશેન આગરીયા, રાજેશ ઉર્ફે રાજીયો શ્યામલાલ પવાર, અનીરૂધ્ધસિંહ રામસંગજી ચાવડા અને શક્તિસિંહ ઉદયસિંહ સમાંને ઝડપી પાડ્યા હતા.આરોપીઓ પાસેથી ₹27,140 રોકડા, 4 મોબાઇલ ફોન તથા 52 ગંજી પાના મળી કુલ ₹59,140નો મુદ્દામાલ કબજે કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.