ગોધરા: નદીસર ગામે યુવક મોબાઈલ ટાવર પર ચઢ્યો પાંચ કલાક હાઈવોલ્ટેજ ડ્રામા બાદ પોલીસે મામલો થાળે પાડયો
પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના નદીસર ગામે આજે એક ચોંકાવનારો અને ફિલ્મી દ્રશ્યો સર્જતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં તોડાના મુવાડા ગામનો ધનરાજ ભાઈ મકવાણા નામનો યુવક પોતાની પ્રેમિકાને પામવાની જીદ સાથે હાઈવોલ્ટેજ ડ્રામા સર્જી મોબાઈલ ટાવર પર ચઢી ગયો હતો. યુવકે ટાવર પર ચઢીને પોતાના હાથ પર બ્લેડના ઘા મારી ઇજાઓ પહોંચાડી હતી અને રીલ પણ બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કરી હતી સ્થાનિક સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પ્રેમ પ્રકરણમાં પાગલ બનેલા આ યુવકે નદીસર