ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે તૌશીફ ફારૂકભાઈ કળદોરીયા (રહે. સરદારનગર, ભાવનગર)ને રૂ. 1,56,000/-ના સોનાના ચેઇન સાથે ઝડપી લેવા સાથે દસેક દિવસ પહેલાં ઘોઘા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારના સોનાના ચેઇન છીનવાઈ ગુન્હાનો ભેદ ઉકેલી લીધો છેછબાતમીના આધારે એલ.સી.બી. ટીમે તેલઘાણી વિસ્તારમાંથી આરોપીને ચેઇન સાથે કાબૂમાં લીધો હતો. પુછપરછમાં આરોપીએ માજી મહિલાના ગળામાંથી ચેઇન ઝાટકો મારી ચીલઝડપ કર્યાની કબૂલાત કરી હતી.