બેચરાજી: બહુચરાજી મંદિર નિર્માણમાં બેદરકારી: ખંડિત પિલ્લર મામલે વિવાદ
મહેસાણાના બહુચરાજી મંદિરમાં કરોડોના ખર્ચે બની રહેલા મંદિરના પિલ્લરો અને મૂર્તિઓ ખંડિત હોવાનું સામે આવ્યું છે. ધારાસભ્ય સુખાજી ઠાકોરે કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે સવાલ ઉઠાવી ખંડિત પિલ્લર હટાવી નવા લગાવવા આદેશ આપ્યા છે.