રાજુલા: નાગેશ્રી પોલીસની કાર્યવાહી : વડલી ગામના શખ્સને ૩ જિલ્લામાંથી તડીપારનો આદેશ
Rajula, Amreli | Oct 18, 2025 નાગેશ્રી પોલીસ સ્ટેશન હદમાં આવેલ અસામાજિક તત્વ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નાગેશ્રી પોલીસ દ્વારા મંગલ મેરૂભાઇ વાળાને ત્રણ જિલ્લાઓની હદમાંથી તડીપાર કરવામાં આવ્યો છે.આ કાર્યવાહીથી વિસ્તારમાં શાંતિ અને કાયદો વ્યવસ્થાનો માહોલ જળવાઈ રહે તેવો સંદેશો ગયો છે.