ટંકારા તાલુકાના 42 ગામોમાં માવઠાથી થયેલા પાકના નુકસાનીની સરકાર દ્વારા જાહેર કરાયેલ સહાય પેકેજ અંતર્ગત વીસી મારફતે ખેડૂતોની નોંધણીની કામગીરી લગભગ પૂર્ણતાના આરે આવી છે. તાલુકાના કુલ 21 હજાર જેટલા ખાતાઓમાંથી ખરાબા અને સરકારી જમીન તેમજ ડબલ ખાતા બાદ ક૨તાં લગભગ 99 ટકા ખેડૂતોએ નોંધણી કરાવી છે. અત્યાર સુધીમાં કુલ 16212 ખેડૂતોએ ઓનલાઇન રજિસ્ટ્રેશન પૂર્ણ કર્યું છે.