ગોધરા: ગોધરા તાલુકાના વકતાપુરા ચિંખોદ્રા તળાવ નજીકથી ૮૫૦ કીલો શંકાસ્પદ ગૌ-માંસ અને વાહનો સહિત ₹૨.૬૨ લાખનો મુદ્દામાલ ઝડપાયો
ગોધરા તાલુકાના વકતાપુરા ચિંખોદ્રા તળાવ નજીક એક ખેતરમાં પોલીસે દરોડો પાડી ₹૧.૭૨ લાખની કિંમતનો ૮૫૦ કિલો શંકાસ્પદ ગૌ-માંસનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે સ્થળ પરથી કતલના ઓજારો અને બે વાહનો સહિત કુલ ₹૨.૬૨ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ કાર્યવાહી દરમિયાન અસ્ફાક કઠડી અને સુફીયાન ગરીબા નામના બે ઇસમો ઝડપાયા હતા, જ્યારે અન્ય ત્રણ ઇસમો નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. ગોધરા શહેર ‘બી’ ડિવિઝન પોલીસે જાણવાજોગ નોંધી, માસના સેમ્પલ FSLમાં મોકલીને ફરાર આરોપીઓ