ગોધરા: ગોધરામાં રાયોટીંગના ગુનામાં નાસતા ફરતા આરોપીને પંચમહાલ પેરોલ ફ્લો સ્ક્વોર્ડે પોલન બજારમાંથી ઝડપી પાડ્યો
પંચમહાલ પોલીસના ઉચ્ચ અધિકારીઓની નાસતા ફરતા આરોપીઓને પકડવાની સૂચના અન્વયે પેરોલ ફ્લો સ્ક્વોર્ડની ટીમ કાર્યરત હતી. તે દરમિયાન, એએસઆઈ નરેન્દ્રસિંહ જયરામસિંહને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે ગોધરાના પોલન બજાર, કેસરી ચોક પાસેથી રાયોટીંગના ગુનાના વોન્ટેડ આરોપી મોહમદ અહેમદ ઉર્ફે મુહમ્મદહનીફ અબ્દુલહક વાલીને કોર્ડન કરીને ઝડપી પાડ્યો છે. આ આરોપી ગોધરા શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશનના ગુનામાં વોન્ટેડ હતો. પેરોલ ફ્લો સ્ક્વોર્ડે આરોપીની અટકાયત કરી, આગળની કાયદ