બારડોલી: ચાણક્ય પુરી માંથી 26 દિવસ પહેલા ગુમ થયેલા વિશાલ ની ફરિયાદ બારડોલી ટાઉન પોલીસમાં નોંધાતા તપાસ શરૂ કરી
Bardoli, Surat | Sep 15, 2025 મૂળ રાજસ્થાન અને હાલ સી/૩૩ ચાણક્યપુરી સોસાયટી, તેન ગામ ખાતે રહેતા ગુમ થનાર 26 વર્ષીય વિશાલ જગદિશસીંગ માનસીંગ જાદોંન નાઓ પોતાના ઘરેથી કોઇને કંઇ પણ કહ્યા વગર જતા રહી ક્યાંક ગુમ થઇ ગયેલ હોય તે શરીરે મધ્યમ બાંધાનો, તે રંગે શ્યામ વર્ણનો છે તેની ઉંચાઈ આશરે ૫.૫ ની છે. તેણે શરીરે પિસ્તા કલરની ગોળ ગળાની હાફ બાયની ટી-શર્ટ પેહેરેલ છે. તથા કમરમાં ગ્રીન કલરનો નાઇટ પેંટ પેહરેલ છે. તેના જમણા હાથના કાંડા ઉપર ઓમનુ છુદણુ કરેલ છે. તેઓ નહીં મળતા પોલીસમાં ફરિયાદ થઈ