વડોદરામાં ત્રણ દિવસથી કુંડીમાં ફસાયેલા મગરનું અંતે સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. વાઘોડિયા GIDC પાછળ આવેલી કોતરોમાં વાઇલ્ડલાઇફ રેસ્ક્યુઅર ટીમે જોખમભરી કામગીરી કરી સાત ફૂટ લાંબા મગરને બચાવ્યો હતો. માહિતી મુજબ તળાવમાંથી માઇગ્રેટ થયેલો આ મગર ભટકતા ભટકતા કુંડીમાં ફસાઈ ગયો હતો. રેસ્ક્યુ દરમિયાન ટીમે લગભગ બે કિલોમીટર સુધી કોતરમાં ચાલીને મગર સુધી પહોંચવું પડ્યું. ભારે જહેમત બાદ મગરને સુરક્ષિત રીતે બહાર કાઢી વન વિભાગને સોંપવામાં આવ્યો છે.