ભુજ: ગૌચર જમીન પરથી ગેરકાયદે ધાર્મિક દબાણ દૂર, સુખપરમાં તંત્રની કાર્યવાહી
Bhuj, Kutch | Jun 27, 2026 ભુજ તાલુકાના સુખપર ગામે ગૌચર જમીન પર થયેલા ગેરકાયદેસર બિનઅધિકૃત ધાર્મિક દબાણ સામે તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પ્રાંત અધિકારી ડો. એ.બી. જાદવના માર્ગદર્શન હેઠળ તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર કચેરી, સર્કલ ઓફિસર, માનકુવા પોલીસ અને પીજીવીસીએલ સ્ટાફની હાજરીમાં કુલ 4 અલગ-અલગ ધાર્મિક બાંધકામ દૂર કરવામાં આવ્યા. કાર્યવાહી દરમિયાન અંદાજે 300 ચોરસ મીટર ગૌચર જમીન, જેની અંદાજિત જંત્રી કિંમત રૂ. 3 લાખ છે, દબાણમુક્ત કરાવવામાં આવી.