ગોધરા: રાજ્યમાં 23 જૂનથી ધમાકેદાર ચોમાસાની શક્યતા: જિલ્લાની મુલાકાતે આવેલા હવામાનવિદ્ અંબાલાલ પટેલની મોટી આગાહી
પંચમહાલની ગુજરાત પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટી ખાતે આયોજિત સન્માન સમારંભમાં હવામાન વિદ્ અંબાલાલ પટેલે ચોમાસા અંગે મહત્વની આગાહી કરી છે. તેમના જણાવ્યા મુજબ, રાજ્યમાં ગરમીનો પારો હવે ધીમે-ધીમે ઘટશે અને વાદળો વધશે. આગામી ૨૦ થી ૨૩ મે દરમિયાન પ્રિ-મોન્સૂન એક્ટિવિટી વધવાને કારણે વરસાદની સંભાવના છે. અરબ સાગર સક્રિય થતાં પશ્ચિમ ઘાટમાં વરસાદ થશે અને ૨૬ મેની આસપાસ ચોમાસું કેરળ પહોંચશે. આ વર્ષે ૧૪૯ વર્ષ બાદ 'અલ નિનો' સક્રિય થવાનો છે, છતાં ચોમાસું એકંદરે સારું