ગોધરા: પંચમહાલ જિલ્લામાંથી શિક્ષણ અને સેવાને પ્રોત્સાહન આપતી એક ખૂબ જ પ્રશંસનીય અને પ્રેરણાદાયી પહેલ સામે આવી
પંચમહાલ જિલ્લામાંથી શિક્ષણ અને સેવાને પ્રોત્સાહન આપતી એક ખૂબ જ પ્રશંસનીય અને પ્રેરણાદાયી પહેલ સામે આવી છે. પંચમહાલ જિલ્લા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ નીરજભાઈ પટેલે એક અનોખો અને આવકારદાયક નિર્ણય લીધો છે, જેની અત્યારે ચારેબાજુ ભારે પ્રશંસા થઈ રહી છે. સામાન્ય રીતે કોઈપણ નેતા કે પ્રમુખ પદ ગ્રહણ કરે ત્યારે તેમનું સ્વાગત મોંઘા ફૂલગુચ્છ કે ભેટ-સોગાદો આપીને કરવામાં આવતું હોય છે. પરંતુ નીરજભાઈ પટેલે આ પરંપરાને બદલીને મોંઘા ફૂલગુચ્છ અને ભેટ-સોગાદો સ્વીકારવા