ભુજ: કચ્છમાં વ્યાજખોરો સામે પોલીસનું અભિયાન: ભુજમાં 'જનસંપર્ક લોન મેળો' યોજાયો
Bhuj, Kutch | Apr 11, 2026 કચ્છમાં વ્યાજખોરો સામે પોલીસનું અભિયાન: ભુજમાં 'જનસંપર્ક લોન મેળો' યોજાયો બોર્ડર રેન્જ આઈ.જી.પી. શ્રી ચિરાગ કોરડિયા અને પશ્ચિમ કચ્છ એસ.પી. શ્રી વિકાસ સુંડાના અધ્યક્ષ સ્થાને ભુજમાં વ્યાજખોરો વિરુદ્ધ અભિયાન અંતર્ગત 'જનસંપર્ક લોન મેળો' યોજાયો હતો. પોલીસની આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોને વ્યાજખોરોની ચુંગાલમાંથી મુક્ત કરાવી આર્થિક સુરક્ષા અને ન્યાય અપાવવાનો છે, જે 'સેવા, સુરક્ષા અને શાંતિ' ના મંત્રને સાર્થક કરે છે.