બોડેલી: પોલીસે ભદ્રાલી ગામ પાસે કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો
બોડેલી પોલીસે ખાનગી બાતમીના આધારે ભદ્રાલી ગામ નજીક નાકાબંધી ગોઠવી હતી. તપાસ દરમિયાન **મહિન્દ્રા બોલેરો કાર (રજી.નં. GJ-06-PN-7302)**માંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો.કારમાંથી કુલ 1642 કંપની સીલ બોટલ્સ (પ્લાના કવાટરીયા અને ટીન બિયર સહિત) મળી આવી, જેની કિંમત આશરે ₹2,54,720/- થાય છે. તેમજ દારૂ હેરાફેરી માટે ઉપયોગમાં લેવાયેલી બોલેરો કારની કિંમત આશરે ₹5,00,000/- હોવાનું જાણવા મળ્યું હતું.