પોરબંદર: બોરડી ગામના પાટીયા પાસેથી વિદેશી દારૂની 42 બોટલ સાથે 1 ઇસમને પોલીસે ઝડપી લીધો
રાણાવાવ પોલીસે બોરડી ગામના પાટીયા પાસેથી વિદેશી દારૂની 42 બોટલ સાથે એક ઇસમને ઝડપી લીધો હતો. રાણાવાવ પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મળેલ હકીકતના આધારે બોરડી ગામના પાટીયા પાસેથી લખન મુકેશ કિલાણીને પોલીસે 42 બોટલ દારૂ અને બાઇક મળી કુલ રૂ. 28,276ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.