વડોદરા જિલ્લાના શિનોર ખાતે સમાજસેવાનું ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે. હેલ્પીંગ હેન્ડ નામના ટ્રસ્ટ દ્વારા સતત નિરાધાર અને જરૂરિયાતમંદ લોકોની સહાય કરવામાં આવી રહી છે. આ સેવાકાર્યના ભાગરૂપે આજ રોજ તારીખ 1 જાન્યુઆરી 2026 ના રોજ શિનોર મુકામે આવેલ કન્યાશાળામાં બાલવાટિકા થી લઈ ધોરણ 8 સુધી અભ્યાસ કરતી કન્યાઓને ગરમ કપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કન્યાશાળાના આચાર્ય ફાલ્ગુનીબેન પટેલે હેલ્પીંગ હેન્ડ સંસ્થાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. કાર્