વર્તમાન સમયે ખેડૂતોને ખેતી કરવા માટે યુરિયા ખાતર અતિશય જરૂરી ચીજ સાબિત થતું જાય છે ત્યારે છેલ્લા કેટલાય સમયથી ખેડૂતો જિલ્લા સહિત ભાભર તાલુકામાં યુરિયા ખાતર માટે વહેલી સવારથી લાઈનોમાં લાગી જાય છે ત્યારે માંડ બે થેલી ખાતર ડેપો દ્વારા આપવામાં આવે છે ત્યારે આજે સોમવારે લાઈનોમાં લાગી ને થાકેલા ખેડૂતોએ યુરિયા ખાતર માટે આધાર કાર્ડ ને ભાભર ખાતે લાઇન માં લગાવ્યા હતા અને ખાતર પૂરતું અપાય એવી માંગ સાથે સોશિયલ મીડિયામાં વિડીઓ વાઈરલ કર્યો હતો