ભાવનગર શહેર: કાળિયાબીડ માંથી ગેરકાયદેસર વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ
Bhavnagar City, Bhavnagar | Apr 9, 2026
આજે તારીખ 9 એપ્રિલના રોજ સવારે 7 કલાકે મળતી વિગત અનુસાર ભાવનગરના વિરાણી સર્કલ પાસેથી ગત મોડીરાત્રે પેટ્રોલીંગ દરમિયાન નિલમબાગ પોલીસ સ્ટેશનના સ્ટાફે શંકાસ્પદ હાલતમાં ઉભેલા ભદ્રેશભાઈ વિજયભાઈ રામાણી ને અટકાવી તેની પાસે રહેલી થેલીની તપાસ કરી હતી. આ તપાસ દરમિયાન પોલીસને ભારતીય બનાવટના વિદેશી દારૂના પ્લાસ્ટિકના કુલ ૧૫ ક્વાર્ટર મળી આવ્યા હતા, જેની અંદાજિત કિંમત ₹૩,૯૨૫ થાય છે. પોલીસે મુદ્દામાલ જપ્ત કરી આરોપી સામે કાર્યવાહી હાથ ધરી.