ભરૂચ તાલુકાના કુકરવાડા ગામે પાવરગ્રીડ કંપનીની 765 કેવી વટામણ–નવસારી ટ્રાન્સમિશન લાઇનના કામને લઈને ખેડૂતોએ વિરોધ કર્યો છે. સર્વે નંબરની ભૂલ અને વળતર ના મુદ્દે અસંતોષને કારણે બે ખેડૂતોએ સ્થળ પર પહોંચીને કામગીરી અટકાવી દીધી હતી. ખેડૂતોની માંગ છે કે જ્યાં સુધી તેમના પ્રશ્નોનું નિરાકરણ ન આવે ત્યાં સુધી કામ શરૂ ન કરવું.