અંજાર: મેઘપર કુંભારડીમાંથી પૂર્વ કચ્છ SOG પોલીસે 11.400 કિલો ગાંજાના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડ્યો
Anjar, Kutch | Oct 13, 2025 ગાંધીધામ એસઓજી ટીમે મળેલી સૂચનાના આધારે અંજાર વિસ્તારમાં આવેલ નેન્સી 06, મેઘપર કુંભારડી ખાતે રહેતો મહેન્દ્રસિંહ ભુપાલસીંહ ઉર્ફે ભુપતસિંહ પરમાર (રહે.સર્વેનં. 124/1, પ્લોટ નં. 105, નેન્સી - 06, મેઘપર કુંભારડી, તા.અંજાર, રહે.મૂળી,જી.સુરેન્દ્રનગર) ના રહેણાંક મકાનમાં રેડ કરી તપાસ કરતા વેચાણ અર્થે રાખેલ માદક પદાર્થ ગાંજો વજન 11.400 કીલોનો મુદામાલ મળી આવતા પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.