ભાવનગર શહેર: ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોના નામ જાહેર કરતા ભાજપ કાર્યાલયે મેળો જામ્યો
Bhavnagar City, Bhavnagar | Apr 11, 2026
ભાવનગર મહાનગરપાલિકા ની ચૂંટણી ને લઈને ભાવનગર ભાજપમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી હતી, કારણકે છેલ્લી ઘડી સુધી ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા ન હતા, જો કે મોડીરાત્રે ભાજપ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવતા તમામ ની ઉત્સુકતાનો અંત આવ્યો હતો, ક્યાંક ખુશી તો ક્યાંક ગમ જોવા મળી રહયો હતો, જો કે નામ જાહેર થયા જ ભાજપ કાર્યાલય ખાતે તા.11.એપ્રિલના 12 કલાકના મોડીરાત્રે મેળો જામ્યો હતો, ઉમેદવારો ફોર્મ ભરવાની તૈયારીમાં લાગી ગયા હતા.