વાલિયા: કાપોદ્રા ગામના અયોધ્યાપુરમ સોસાયટીમાં વરસાદી પાણી અને કચરા મામલે પાંચ લોકોએ મહિલા સહિત ત્રણ લોકોને માર માર્યો હતો.
Valia, Bharuch | Nov 2, 2025 કાપોદ્રા ગામના અયોધ્યાપુરમ સોસાયટીમાં રહેતી શાલીનીદેવી દેવેન્દ્ર યાદવ ગતરોજ બપોરે પોતાના ઘર સામે વરસાદી પાણી અને કચરો સાફ સફાઈ કરી રહ્યા હતા તે દરમિયાન પાડોશી પંચરામ પ્રજાપતિ,રેનું પ્રજાપતિ,છોટા પ્રજાપતિ અને અનિલ નામના ઇસમે શાલીનીદેવી યાદવ અને તેના પુત્ર મનીષ,અમન યાદવને લોખંડના પાઇપ અને પીવીસી પાઇપ વડે હુમલો કર્યો હતો.આ મારામારીમાં ઇજાઓ થતા ઇજાગ્રસ્ત શાલીનીદેવી અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.