કડી: કડી તાલુકાના કરણનગર ગામની સીમમાં આવેલ હિટાચી કંપની સામે પાર્ક કરેલ ચારોલ ગામનાં યુવકનું બાઈક ચોરાઈ જતાં ફરીયાદ
Kadi, Mahesana | Oct 28, 2025 કડી તાલુકાના ચારોલ ગામના 20 વર્ષિય યુવક માનવરાજ ઝાલા જેવો છેલ્લા દોઢ વર્ષથી કરણનગર ગામની સીમમાં આવેલ હિટાચી કંપનીમાં નોકરી કરે છે.ગઈ તારીખ 25 ઓક્ટોબરના રોજ યુવક રાબેતા મુજબ બાઈક નંબર GJ 02 EF 4985 લઈ નોકરી ગયો હતો.તેમજ બાઈક હિટાચી કંપનીના ગેટ નંબર 3 સામે પાર્ક કર્યું હતું.પરત આવી જોતા મોટરસાયકલ દેખાયું ન હતું.જેથી આજુબાજુ શોધખોળ કરતા મળી નાં આવતા તેમને કડી પોલીસ મથકે અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ ફરીયાદ નોંધાવી હતી.