વેજલપુર: જશોદાનગર રોડ પર દારુની રેલમછેલ, વીડિયો આવ્યો સામે
આજે ગુરુવારે બપોરે ૨ વાગ્યાની આસપાસ દારૂબંધીના લીરેલીરા ઉડાવતી ઘટના સામે આવી છે.જેમાં જશોદાનગરથી હાથીજણ રોડ પર ટ્રકમાંથી દેશી દારૂની પોટલીઓ પડતા રસ્તા પર દારૂની નદીઓ વહી હતી.જેના કારણે સમગ્ર વિસ્તારમાં તીવ્ર દુર્ગંધ ફેલાઈ હતી. વટવા GIDC પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી ગુનો નોંધી 2 આરોપીઓની ધરપકડ કરી છે.