રાજુલા સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ તથા પોલીસ અધિક્ષકશ્રીના માર્ગદર્શન હેઠળ રાજુલા પોલીસ સ્ટેશન વિસ્તારમા અશાંતિ ફેલાવતા અને ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા અસામાજિક ઇસમ રવિ શાંતિભાઈ ચૌહાણ સામે તડીપારની કાર્યવાહી કરવામાં આવી છે. કાનૂની પ્રક્રિયા પૂર્ણ કરીને રાજુલા પોલીસે તડીપારનો અમલ કરાવ્યો.