ખંભાત: તાલુકા પંચાયત કચેરી ખાતે સત્યનારાયણ કથા કરાઈ, ધારાસભ્ય સહીતના હોદેદારોએ દર્શન આરતી ધન્યતા અનુભવી.
ખંભાત તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા પંચાયતના પ્રમુખની ઓફિસમાં સત્યનારાયણ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું.જે કથાનું આયોજન પ્રમુખ શિવાનીબેન પટેલ અને કેતનભાઈ પટેલે કર્યું હતું.સત્યનારાયણ કથા દરમિયાન ધારાસભ્ય ચિરાગભાઈ પટેલે ખાસ ઉપસ્થિત રહી દર્શન આરતીનો લાભ લીધો હતો અને ધન્યતા અનુભવી હતી.આ ઉપરાંત તાલુકા અધિકારી મહિપાલસિંહ વાઘેલા સહીતના અધિકારીઓ, સંગઠન પ્રમુખ સાગરભાઈ પટેલ, apmc ચેરમેન ગિરીશભાઈ પટેલ સહીતના હોદેદારો હાજર રહ્યા હતા.