આજે સવારે 9 વાગે પોલીસ સૂત્રો થી મળતી માહિતી મુજબ ખેડબ્રહ્મા પોલીસ સાયબર ક્રાઇમ ને લગતી અરજીઓની તપાસ કરી રહી હતી તે દરમિયાન ખેડબ્રહ્મા સ્ટેટ બેંકના બે એકાઉન્ટ શંકાસ્પદ મળી આવ્યા હતા ત્યારે ત્રણ શખ્સોએ બેંક ખાતાધારકો પાસેથી ચેક મેળવી પૈસા ઉપાડ્યા હતા અને તેનો ઉપયોગ પોતાના અંગત કામમાં કર્યો હતો. ત્યારે આ સમગ્ર મામલે સાયબર ક્રાઇમ ના બે ગુનામાં ત્રણ આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.