ગોધરા: મકાઈની ગુણીઓની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ: પંચમહાલ LCBએ ₹39 લાખથી વધુના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડ્યો
પંચમહાલ જિલ્લામાં દારૂબંધીના કડક અમલ વચ્ચે લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ગોધરાને મોટી સફળતા મળી છે. મોરવા (હડફ) તાલુકાના સંતરોડ પાસે હાઈવે પર નાકાબંધી દરમિયાન, મકાઈની બોરીઓની આડમાં છુપાવીને લઈ જવાતો વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે ટ્રક સહિત કુલ 39.96 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી એક શખ્સની ધરપકડ કરી છે. પંચમહાલ ગોધરા રેન્જ IG વિધિ ચૌધરી અને એસ.પી. ડૉ. હરેશ દૂધાતના માર્ગદર્શન હેઠળ LCB ઇન્ચાર્જ પી.આઈ. આર.એ. પટેલની ટીમે