ગોધરા: જિલ્લાના નદીસર ગામે સ્માર્ટ GIDCની જાહેરાતને લઈને ગોધરા APMC ચેરમેન માલવદીપસિંહ રાઉલજીએ મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો
મુખ્યમંત્રીએ પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના નદીસર ગામે સ્માર્ટ GIDC વિકસાવવાની મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. આ જાહેરાત બાદ જિલ્લામાં વિકાસની નવી આશા જાગી છે. રાજ્ય સરકારના આ નિર્ણયને જિલ્લાના રાજકીય અગ્રણીઓ, ઉદ્યોગજગત અને સ્થાનિક લોકો દ્વારા આવકારવામાં આવી રહ્યો છે. સાથે સાથે સરકાર પાસે સ્થાનિક એક વર્ગએ પણ માંગ કરી રહ્યો છે કે નવી GIDC માં કેમિકલ કારખાનાને મંજૂરી આપવામાં ન આવે અને સ્થાનિક યુવાનોને જ રોજગારીમાં પ્રાધાન્ય આપવામાં આવે. વીઓ : પંચમહાલ