સસુરેન્દ્રનગર જીલ્લા ખાણ ખનીજ વિભાગ દ્વારા સાયલા તાલુકામાંથી મોડી રાત્રે મોટાપાયે ગેરકાયદેસર બ્લેક ટ્રેપનું ખનન ઝડપી પાડ્યું.સાયલા તાલુકાના મોટા કેરાળા ગામની સીમમાં ભોગાવો નદી પાસે ખાનગી માલિકીની જમીનમાંથી ગેરકાયદેસર બ્લેક ટ્રેપનું ખનન ઝડપાયું. સ્થળ પર થી ૧૭ ટ્રક, ૦૨ એકસકેવેટર મશીન સહિત અંદાજે ૦૪ કરોડ થી વધુનો મુદ્દામાલ કબજે કરી સાયલા મામલતદાર કચેરી ખાતે સીઝ કરાયો. ગેરકાયદેસર ખનન કરનાર ભૂમાફિયાઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.