ગોધરા: ગોધરામાં પોણા ત્રણ ઇંચ વરસાદ: નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ, ચીફ ઓફિસરે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી
ગોધરામાં પોણા ત્રણ ઇંચ વરસાદ: નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ, ચીફ ઓફિસરે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી,ગોધરા શહેરમાં આજે સવારથી જ મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી હતી. અવિરતપણે વરસેલા પોણા ત્રણ ઇંચ જેટલા ભારે વરસાદને પગલે સમગ્ર ગોધરા શહેર પાણી-પાણી થઈ ગયું છે. વરસાદના કારણે શહેરના એસ ટી ડેપો ચુચલા પ્લોટ સાતપુલ વિસ્તાર સ્ટેશન રૉડ ભાગોળ ભુરાવાવ સહિત અનેક નીચાણવાળા વિસ્તારો અને સોસાયટીઓમાં પાણી ભરાઈ જતાં સ્થાનિક રહીશો મુશ્કેલીમાં મુકાયા છે.